ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન જામનગર બ્રાન્ચ દ્વારા તા.6 અને 7 મે ના રોજ સ્ટેટ લેવલનો બે દિવસનો એજ્યુકેશન પ્રોગ્રામ જામનગરના ડેન્ટિસ્ટ ડોક્ટરો માટે કરવામાં આવ્યો હતો. જેમાં મુંબઈના જાણીતા અને મૂળ ગુજરાતના એવા સેલિબ્રિટી ડેન્ટિસ્ટ ડો. ક્ષમા ચંદન દ્વારા સ્માઈલ ડિઝાઇનિંગ તથા સોશિયલ મીડિયા માર્કેટિંગ ઉપર લેક્ચર લેવામાં આવ્યો હતો. જેમાં કુલ 100 જેટલા ડેન્ટિસ્ટ ડોક્ટરોએ ભાગ લીધો હતો જેમાં જામનગર ઉપરાંત વડોદરા, રાજકોટ, ખંભાલીયા ના ડેન્ટિસ્ટો ડોક્ટરો એ પણ ભાગ લીધો હતો.
આ સમગ્ર એજ્યુકેશનલ પ્રોગ્રામનું આયોજન ઇન્ડિયન ડેન્ટલ એસોસીએશનના પ્રમુખ ડો. આકાશ તકવાણી, સેક્રેટરી ડો. ચિંતન પોપટ, ખજાનચી ડો. શ્રેયા ખન્ના, સી ડી ઈ ક્ધવીનિયર ડો. નિશા વરલીયાનીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે ડો જીત ભગદે, ડો. દિવ્ય મહેતા, ડો.આશિષ ભગદે, ડો અનમોલ ભગદે, ડો. જય મામતોરા, ડો.દીના રાજ્યગુરૂ એ જેહમત ઉઠાવી હતી. જેમાં જામનગરના જાણીતા ડોક્ટરો ભાગ લીધો હતો.જેમાં ડો. દિનેશ ત્રિવેદી, ડો સીમા ખન્ના, ડો લીના જોબનપુત્રાનો સમાવેશ પણ થાય છે.