Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરચાઇનીઝ ડેટીંગ એપ દ્વારા લોકોને ફસાવી લૂંટ ચલાવતી ગેંગ ઝડપાઇ

ચાઇનીઝ ડેટીંગ એપ દ્વારા લોકોને ફસાવી લૂંટ ચલાવતી ગેંગ ઝડપાઇ

સપ્તાહ પૂર્વે બનેલી લૂંટમાં સીટી એ ડીવીઝને છ લૂંટારુઓને દબોચ્યા : લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી રીક્ષા અને બાઈક સહિત રૂા.1.67 લાખનો મુદ્દામાલ કબ્જે : લૂંટારુ ગેંગ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે

- Advertisement -

જામનગર શહેરમાં ચાઇનીઝ ડેટીંગ એપ દ્વારા સંપર્કમાં આવેલા યુવાનને મળવા માટે બોલાવી જોલી બંગલા પાસે રાત્રિના સમયે છ શખ્સોએ યુવાન પાસે રહેલી રોકડ ઝૂંટવી લઇ તેના મોબાઇલ ફોન પરથી રૂા.37,000 હજારનું બળજબરીપૂર્વક ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લાકડાના ધોકા વડે અને ઢીકાપાટુનો માર મારી હુમલો કર્યાના બનાવમાં પોલીસે છ શખ્સોની ધરપકડ કરી તેમની પાસેથી રૂા.1,67,800 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -

સોશિયલ મીડિયાના વધતો જતો ઉપયોગ નુકસાનકારક પણ ઘણી વખત સાબિત થતો હોય છે. તેમાં અનેક એપ્લીકેશનો જવાબદાર હોય છે. તેમાં પણ ખાસ કરીને ચાઇનીઝ એપ્લીકેશનો લોકોને ભોળવીને છેતરપિંડી આચરતી હોય છે. આવી એપ્લીકેશનો સામે કેન્દ્ર સરકારે કડક કાર્યવાહી અંતર્ગત અસંખ્ય એપ્લીકેશનો ભારતમાં બેન કરી દેવામાં આવી છે તેમ છતાં હજુ પણ અસંખ્ય ચાઇનીઝ એપ્લીકેશનો દ્વારા લોકો સાથે છેતરપિંડીના બનાવો અવિરત બનતા રહે છે. આ એપ્લીકેશનમાં પણ ડેટીંગ એપ દ્વારા છેતરપિંડી અને વિશ્ર્વાસઘાતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આવો જ એક કિસ્સો જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા પરિણીત દેવેન્દ્રભાઈ વશરામભાઇ નકુમ (ઉ.વ.31) નામના યુવાને તેના મોબાઇલમાં Blued Live & Male Dating એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી. જેમાં આ એપ્લીકેશન દ્વારા વિશાલ પટેલ નામની આઈડી પરથી દેવેન્દ્ર સાથે મેસેજમાં વાતચીત કર્યા બાદ જામનગર શહેરમાં એસ.ટી. બસ સ્ટેન્ડ રોડ પર મળવા બોલાવ્યો હતો.

ત્યાં દેવેન્દ્રને મળવા આવેલા અજાણ્યો શખ્સ બન્ને પોત-પોતાની બાઈક પર જોલી બંગલા પાસે સમય ટ્રાવેલ્સની ઓફિસ પાસેથી પસાર થતા હતાં ત્યારે એક રીક્ષામાં બેસીને આવેલા ચાલક સહિતના પાંચ શખ્સોએ દેવેન્દ્રનું બાઈક ઉભુ રખાવ્યું હતું તેેન મળેવા આવેલા વિશાલ પટેલ નામના આઈડી ધારક તથા રીક્ષામાં આવેલા પાંચ સહિતના છ શખ્સોએ એકસંપ કરી દેવેન્દ્રને અંદર શેરીમાં ખેંચીને લઇ ગયા હતાં. જ્યાં દેવેન્દ્ર પાસે રૂપિયા અને દાગીનાની માંગણી કરી હતી. પરંતુ દેવેન્દ્રએ આનાકાની કરતા છ પૈકીના ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે દેવેન્દ્રને લમધાર્યો હતો. તેમજ બાઈક સવાર વિશાલ પટેલ આઈડી ધારક સહિતના ત્રણ શખ્સોએ ઢીકાપાટુનો માર મારી દેવેન્દ્ર પાસે રહેલી રૂા.3,500 ની રોકડની લૂંટ ચલાવી હતી તેમજ તેના મોબાઇલ પરથી રૂા.37,000 નું બળજબરીપૂર્વક ઓનલાઈન ગુગલ પે દ્વારા ટ્રાન્ઝેકશન કરાવી કુલ રૂા.40,500 પડાવી લીધા હતાં.

- Advertisement -

હુમલો અને લૂંટના બનાવમાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી એમ.બી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પો.કો. રવિ શર્મા, વિજય કાનાણી અને ઋષિરાજસિંહ જાડેજાને મળેલી સંયુકત બાતમીના આધારે પીઆઈ એન.એ.ચાવડા, હેકો. દેવાયતભાઈ કાંબરીયા, રવિરાજસિંહ જાડેજા, મહિપાલસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, સુનિભાઈ ડેર, મહેન્દ્રભાઈ પરમાર, પો.કો. શિવરાજસિંહ રાઠોડ, રાજેન્દ્રસિંહ ડોડિયા, ખોડુભા જાડેજા, ઋષિરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, વિક્રમસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ જાડેજા તથા સ્ટાફે ઠેબા ચોકડી નજીક રીક્ષા અને બાઈક પર આ લૂંટારું ગેંગ હોવાથી ત્યાં માલધારી હોટલ પાસે રેઈડ દરમિયાન જીજે-06-એવાય-8678 અને જીજે-10-ડીએફ-4350 નંબરના બાઈક સાથે શકિતસિંહ ઉર્ફે બમ લાલુભા જાડેજા, શાહનવાજ ઉર્ફે નવાબ જાવીદભાઈ કોલીયા, દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલો રણજીતસિંહ જાડેજા, પીયુષ ઉર્ફે કાલી પ્રફુલ્લભાઈ પરમાર, અર્જુન ઉર્ફે લાલો રમેશભાઈ રાઠોડ અને પ્રવિણ ઉર્ફે લાલુ મુકેશભાઈ વાઘેલા નામના છ શખ્સોને દબોચી લીધા હતાં.

પોલીસે છ શખ્સોની અટકાયત કરી તેમની પાસેથી લૂંટેલી રૂા.40,000 ની રોકડ રકમ તથા રૂા.70,000 ની રીક્ષા, રૂા.30,000 નું બાઈક તથા રૂા.27,800 ની કિંમતના સાત નંગ મોબાઇલ મળી કુલ રૂા.1,67,800 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલો રણજીતસિંહ જાડેજા ઉપર જામનગરમાં જ આઠ ગુના તથા પીયુષ ઉર્ફે કાલી પ્રફુલ્લભાઈ પરમાર ઉપર હત્યાનો પ્રયાસ અને અર્જુન ઉર્ફે લાલો રમેશભાઈ રાઠોડ ઉપર હત્યાનો તથા શકિતસિંહ ઉર્ફે બમ લાલુભા જાડેજા ઉપર મારામારીના કેસ નોંધાયેલા છે. આ લુંટારું ગેંગ અગાઉથી કાવતરુ રચી મોબાઇલમાં Blued Live & Male Dating એપ્લીકેશન દ્વારા અજાણ્યા વ્યક્તિઓને મેસેજમાં વાતો કરી મળવા માટે બોલાવી માર મારી લૂંટ ચલાવતા હતાં. આવા બનાવનો ભોગ બનેલા લોકોેએ પોલીસમાં જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular