જામનગર શહેરના નાગનાથ ગેઈટ પાસેના વિસ્તારમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે રૂા.23,080 ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ સાથે સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં નાગનાથ ગેઈટ અંબાજી ચોક વિસ્તારમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમાતો હોવાની પો.કો. યોગેન્દ્રસિંહ સોઢા અને ઋષિરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઈ એન.એ.ચાવડા, હેકો. દેવાયતભાઈ કાંબરીયા, રવિરાજસિંહ જાડેજા, મહિપાલસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, સુનિભાઈ ડેર, મહેન્દ્રભાઈ પરમાર, પો.કો. શિવરાજસિંહ રાઠોડ, રાજેન્દ્રસિંહ ડોડિયા, ખોડુભા જાડેજા, ઋષિરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, વિક્રમસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન સીદીક ઉર્ફે જવો ઈબ્રાહીમ હાસમાણી, અજીજ અલારખા બ્લોચ, સલીમ યુનુસ શેખ નામના ત્રણ શખ્સોને રેઈડ દરમિયાન રૂા.23080 ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.