આગામી ચોમાસાને ધ્યાને લઇ જામનગર મહાપાલિકા દ્વારા શહેરમાં પ્રિ-મોન્સુન કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટેની કેનાલો તથા રણમલ તળાવમાં પાણી ઠાલવતી ફિડીંગ કેનાલની સ્થિતિનું નવનિયુકત્ત કમિશનર ડી.એન. મોદીએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે ડેપ્યુટી કમિશનર ભાવેશ જાની તેમજ સોલિડ વેસ્ટ વિભાગના કાર્યપાલક ઇજનેર મુકેશ વરણવાએ કમિશનરને ચાલતી કામગીરીથી વાકેફ કર્યા હતા. આ તકે મ્યુનિસિપલ કમિશનરે ચોમાસા પહેલાં જ પ્રિ-મોન્સુનની કામગીરી પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી.