Wednesday, January 1, 2025
Homeરાષ્ટ્રીયપાકિસ્તાનમાં ગૃહયુધ્ધની સ્થિતિને પગલે ભારતીય સરહદે હાઇએલર્ટ

પાકિસ્તાનમાં ગૃહયુધ્ધની સ્થિતિને પગલે ભારતીય સરહદે હાઇએલર્ટ

- Advertisement -

પાકિસ્તાનમાં સતત વણસી રહેલી સ્થિતિને પગલે પાકિસ્તાન સાથે જોડાયેલી સમગ્ર ભારતીય સરહદે કોઇપણ પ્રકારની ઘુસણખોરી અટકાવવા માટે હાઇએલર્ટ આપવામાં આવ્યું છે. પંજાબ, રાજસ્થાન તથા ગુજરાતની પાકિસ્તાન સાથેની સરહદ પર બીએસએફનું પેટ્રોલિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે.

- Advertisement -

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાનખાનની ધરપકડ બાદ તેની આંતરિક પરિસ્થિતિ સતત વણસી રહી છે. આંતરિક હુમલાઓને પગલે સરહદની સામેપાર પડોશી દેશમાં ગૃહયુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

ભારત આ સમગ્ર સ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે. પાકિસ્તાનમાં સર્જાયેલી આંતરિક અશાંતિનો ફાયદો ઉઠાવીને ભારતમાં ઘૂસણખોરી સહિત કોઈ પણ પ્રકારનું કાવતરૂં કરવામાં ન આવે તેના માટે ભારતીય દળોને તમામ લેવલે એલર્ટ અપાયું છે. તેમાંયે ગુજરાત અને ખાસ કરીને કચ્છ સરહદની સામેપાર આવેલ સિંઘ પ્રાંત પાકિસ્તાન આર્મીના કબજા હેઠળ આવી ગયું છે. તેને પગલે અહીં ભારતીય લશ્કરી દળો એલર્ટ છે. બુધવાર સવારથી જ બીએસએફ, આર્મી તેમજ એરફોર્સની અસામાન્ય મુવમેન્ટ જોવા મળી હતી. ભારતીય સેનાની કવીક રિએક્શન ટીમ દ્વારા ભુજના સિવિલ એરિયામાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

સામાન્ય સંજોગોમાં આર્મીની આ QRT તેના કેન્ટ એરિયામાં તથા તેની આસપાસ પેટ્રોલિંગ કરતી હોય છે. તેવી જ રીતે બુધવાર સવારથી જ ભુજ તેમજ નલિયા એરબેઝ ઉપરથી લડાકુ વિમાનની કવાયત (શોર્ટીઝ) બપોર સુધી ચાલુ રહી હતી. તો, બીએસએફ ક્રીક અને રણ સરહદે ચુસ્ત પેટ્રોલિંગ સાથે એલર્ટ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular