Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયજિલ્લાના મેડીકલ સ્ટોર્સ પર સીસીટીવી કેમેરા લગાડવા અંગે જાહેરનામું

જિલ્લાના મેડીકલ સ્ટોર્સ પર સીસીટીવી કેમેરા લગાડવા અંગે જાહેરનામું

- Advertisement -

કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય બાળ અધિકાર સુરક્ષા આયોગની સૂચના અનુસાર, જામનગર જિલ્લાની તમામ મેડિકલ/ ફાર્મસી સ્ટોર્સમાં કે જ્યાં ડ્રગ્સ એન્ડ કેમિસ્ટ નિયમોની જોગવાઈઓ મુજબ Schedule H, H1 and X ડ્રગનું વેચાણ કરવામાં આવે છે, તે તમામ મેડિકલ/ ફાર્મસી સ્ટોરની અંદર અને બહાર સી. સી. ટી. વી. કેમેરા લગાવવા માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ- 1973 ની કલમ- 133 હેઠળ હુકમ કરવા માટે સૂચના થયેલી છે.

- Advertisement -

જે અંતર્ગત, જામનગર જિલ્લાના તમામ મેડિકલ/ ફાર્મસી સ્ટોર માલિકોએ 1 માસના સમયમાં તેમના મેડિકલ/ ફાર્મસી સ્ટોરની અંદર અને બહાર સી. સી. ટી. વી. કેમેરા લગાવવાના રહેશે. આ કેમેરાનું રેકોર્ડિંગ કોઈ પણ સમયે જિલ્લા ડ્રગ કંટ્રોલ ઓથોરિટી દ્વારા આકસ્મિક રીતે ચેક કરવામાં આવશે.

જામનગર જિલ્લાના કોઈપણ મેડિકલ/ ફાર્મસી સ્ટોર માલિકો દ્વારા ઉપરોક્ત હુકમનું ઉલ્લંઘન કરવા બદલ તેમના વિરુદ્ધ કાયદાની જોગવાઈ અનુસાર કાયદેસરની દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર બી. એ. શાહ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular