Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઘર છોડીને ચાલી ગયેલી તરૂણીનું પરિવાર સાથે પૂન: મિલન કરાવતી 181 અભયમ...

ઘર છોડીને ચાલી ગયેલી તરૂણીનું પરિવાર સાથે પૂન: મિલન કરાવતી 181 અભયમ ટીમ

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, તા.5 મે 2023 ના રોજ એક જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ હેલ્પલાઇન પર કોલ કરીને જણાવવામાં આવ્યું હતું કે, એક જગ્યા પર કોઈ તરૂણી બે કલાકથી બેઠી હોય અને પૂછપરછ કરતાં કોઈ જવાબ આપતી નથી. તેથી 181ની ટીમ રૂબરૂ સ્થળ પર પહોંચી અને તરૂણી સાથે કાઉન્સેલિંગ કર્યું હતું.

- Advertisement -

181 અભયમની ટીમે તેણીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે હું જામનગર શહેરમાં જ રહું છું. પરંતુ મારો ભાઈ મને મોબાઇલ ન લઈ દેતો હોય અને તેમનો મોબાઇલ પણ મને આપતો ન હોવાથી ઝઘડો કરીને કોઈને કહ્યા વગર હું પાંચ વાગે ઘરે થી નીકળી ગઈ છું અને મારે પરત ઘરે જવું નથી. આ વાત સાંભળીને તરૂણીનું કુશળ કાઉન્સિલિંગ કરીને અભયમની ટીમ દ્વારા તેણીનું એડ્રેસ નામ વગેરે જાણવાની કોશિશ કરતાં તરૂણીએ જણાવેલ કે હું મારા ઘરનું એડ્રેસ જણાવુ પરંતુ તમે મને ઘરે પરત ન મોકલતા. તરૂણીની નાની ઉંમર હોવાથી તે હાલમાં કંઈ સમજવા તૈયાર ન હોય તેમજ ગુસ્સાના કારણે સાચો નિર્ણય લઈ શકતા ન હોવાથી તેમની વાત સાંભળીને સાંત્વના આપેલ અને કુશળ કાઉન્સિલિંગ દ્વારા તરૂણીને ઘર પરત જવા તૈયાર કર્યા બાદ તરૂણીને ઘરે પહોંચાડી અને તેના માતા અને ભાઈને આ ઘટના વિશે જાણ કરતાં તેણીની માતાએ જણાવ્યું હતું કે મારી પુત્રી મોબાઈલની જિદ્દ કરતાં મોબાઈલ ન લઈ દેતા ઝઘડો કરીને ઘર છોડીને નીકળી ગઈ હતી. બાદમાં 181 અભયમની ટીમે તરૂણીના ભાઈ અને માતા સાથે ત્યારબાદ તરૂણીનું કાઉન્સેલિંગ કરતાં તેણી ઘરે રહેવા માટે તૈયાર થતાં તરૂણીના માતા તથા ભાઈએ 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular