Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરસિહોરમાં 100મી વિશ્વ વિક્રમી દિક્ષાનો જામનગરમાં વરસીદાનનો વરઘોડો

સિહોરમાં 100મી વિશ્વ વિક્રમી દિક્ષાનો જામનગરમાં વરસીદાનનો વરઘોડો

- Advertisement -

મુળ સિહોરના વતની અને જામનગર સ્થિત મુમુક્ષુ રૂષભભાઇ અને મુમુક્ષરત્ના હેમતલબેન તા. 21 મેના રોજ વડોદરા નજીક ઓમકાર તિર્થે દિક્ષાગ્રહણ કરવાના છે. તેના વરસીદાનનો વરઘોડો જામનગરમાં ગઇકાલે રવિવારે યોજાયો હતો. આગામી તા. 15 મેના સિહોર ખાતે તેમજ તા. 17ના રોજ પાલિતાણા અને તા. 21 મેના વડોદરામાં વરસીદાનનો વરઘોડો યોજાશે. ત્યારબાદ આચાર્ય હેમચંદ્રસાગરસુરિશ્ર્વર મ.સા. આદિઠાણાની ઉપસ્થિતિમાં દિક્ષાવિધિનો પ્રારંભ થશે. સિહોરની આ 99 અને 100મી દિક્ષા હોય, સંયમ શતાબ્દિ સાથે વિશ્વ વિક્રમ થઇ રહ્યો છે. જૈન સમાજમાં અનેરા ઉત્સાહ સાથે આ દિક્ષા મહોત્સવ ઠેર-ઠેર ઉજવવામાં આવી રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular