જામજોધપુર તાલુકાના મોટા વડીયા ગામમાં રહેતાં પ્રૌઢે તેની માનસિક બીમારીથી કંટાળીને તેના ઘરે દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જામનગરના દિગ્વીજય પ્લોટ 45 માં રહેતાં પ્રૌઢને કેન્સરની બીમારી સબબ તબિયત લથડતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના મોટા વડીયા ગામમાં રહેતાં દેવાણંદભાઈ દેસુરભાઈ કરંગીયા (ઉ.વ.58) નામના પ્રૌઢને થયેલી માનસિક બીમારીથી કંટાળી જઈ શનિવારે રાત્રિના સમયે તેના ઘરે દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી આ અંગે મૃતકના પુત્ર ગોવિંદભાઈ દ્વારા જાણ કરાતા હેકો હેકો એસ.આર. પરમાર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 45 વિસ્તારમાં આવેલા માલુભાના ચોકમાં રહેતાં ભરતભાઈ ગોવાભાઈ રાઠોડ (ઉ.વ.54) નામના મજૂરી કામ કરતા પ્રૌઢને થયેલી કેન્સરની બીમારીના કારણે તબિયત લથડતા શનિવારે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર કારગત નિવડે તે પહેલાં મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે કલ્પેશ રાઠોડ દ્વારા જાણ કરાતા હેકો એચ.બી. વાઘેલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ આરંભી હતી.