Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરપુત્રીને ભગાડી ગયાનો ખાર રાખી યુવાન ઉપર પિતા દ્વારા હુમલો

પુત્રીને ભગાડી ગયાનો ખાર રાખી યુવાન ઉપર પિતા દ્વારા હુમલો

અઢી માસ પૂર્વે પ્રેમ થઈ જતાં યુવાન-યુવતી ભાગી ગયા : થોડા સમય બાદ યુવતી તેના ઘરે પરત જતી રહી : યુવતીના પિતાએ યુવાનને માર મારી ધમકાવ્યો

- Advertisement -

જામનગર જિલ્લાના નાની ખાવડી ગામમાં રહેતાં અને મજૂરી કામ કરતા યુવકે ગુલાબનગરમાં રહેતાં શખ્સની યુવતી સાથે પ્રેમ થઈ જતાં ભગાડી ગયો હતો અને ત્યારબાદ યુવતી પરત તેણીના માવતરે ચાલી ગઈ હતી. ત્યારબાદ આ બાબતનો ખાર રાખી યુવતીના પિતાએ ગુરૂવારે સાંજના સમયે ગુલાબનગર વિસ્તારમાં યુવાન ઉપર ધારિયા વડે આડેધડ હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર જિલ્લાના નાની ખાવડી ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા અજય નારણભાઈ મકવાણા (ઉ.વ.30) નામના યુવાનને ત્રણેક માસ પહેલાં ગુલાબનગર વિભાપર રોડ પર રહેતાં અકબર બાબવાણીની પુત્રી રૂકસાના સાથે પ્રેમ થઈ ગયો હતો જેથી અજય તથા રૂકસાના બંને ઘરેથી ભાગી ગયા હતાં જો કે ત્યારબાદ રૂકસાના પરત તેના ઘરે ચાલી ગઈ હતી. આ બનાવ બાદ યુવતીના પિતા હુમલો કરશે તેવી બીકે ગુલાબનગરમાં રહેતો અજય ગામ છોડીને નાની ખાવડી રહેવા જતો રહ્યો હતો. દરમિયાન ગુરૂવારે સાંજના સમયે ગુલાબનગર વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંકમાં પોતાના ખાતામાંથી પૈસા ઉપાડીને પરત આવતો હતો તે દરમિયાન રાજપાર્કના ખુણે પહોંચ્યો ત્યારે યુવતીના પિતા અકબર વલીમામદ બાબવાણીએ તેની રીક્ષામાં પીછો કરી કોલ્ડ સ્ટોરેજ પાસે અજયને આંતરીને ધારીયા વડે હુમલો કરી જમીન ઉપર પછાડી દઇ આડેધડ ધારીયાના ઘા ઝીંકયા હતાં.

તેમજ યુવાન ઉપર હુમલો કરી શરીરે અને બંને પગમાં ઈજા પહોંચાડી જેમ ફાવે તેમ અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ આર.પી. અસારી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ અજયના નિવેદનના આધારે અકબર બાબવાણી વિરૂધ્ધ હુમલો અને ધમકીનો ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular