Sunday, December 7, 2025
Homeરાજ્યહાલારખંભાળિયાના પોલીસ કર્મીએ લગ્ન કરવાની લાલચ આપી યુવતી દુષ્કર્મ આચર્યું

ખંભાળિયાના પોલીસ કર્મીએ લગ્ન કરવાની લાલચ આપી યુવતી દુષ્કર્મ આચર્યું

મિત્રતા કેળવી લગ્ન કરવાની લાલચ આપી : અન્ય યુવતી સાથે સગાઈ કરી લેતા ભોગ બનનારે ફરિયાદ નોંધાવી

ખંભાળિયાની એલસીબી પોલીસમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા કોન્સ્ટેબલ દ્વારા ઓખાની યુવતી સાથે દુષ્કર્મ આચારવા સબબ ખંભાળિયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

- Advertisement -

ખંભાળિયામાં રહેતા મેહુલ રાઠોડ નામના શખ્સ દ્વારા ઓખા મંડળના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતી 25 વર્ષની એક યુવતી સાથે થોડો સમય મિત્ર કેળવ્યા બાદ તેણીને લગ્ન કરવાની લાલચ આપી તેણી સાથે અવાર-નવાર શરીર સંબંધ બાંધી, દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યાર બાદ મેહુલ રાઠોડ દ્વારા ફરિયાદી યુવતીને લગ્ન કરવાની ના કહી, અન્ય યુવતી સાથે સગાઈ કરી લેતા આ સમગ્ર પ્રકરણ અંગે યુવતીની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે મેહુલ રાઠોડ નામના શખ્સ સામે આઈ.પી.સી. કલમ 376 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. એન.એચ. જોશી દ્વારા હાથ ધરવામાં આવી છે.

આ ફરિયાદમાં જે આરોપી તરીકે દર્શાવવામાં આવ્યો છે તે યુવાન અગાઉ દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસમાં અને હાલ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular