Friday, December 27, 2024
Homeરાજ્યગુજરાતતલાટી મંત્રીની પરીક્ષા માટે જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ

તલાટી મંત્રીની પરીક્ષા માટે જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ

- Advertisement -

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આગામી તા. 07/05/2023 ના રોજ ‘તલાટી મંત્રી’ સંવર્ગની ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે. આ પરીક્ષાના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષપણા હેઠળ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા, અધિક નિવાસી કલેક્ટર તેમજ જિલ્લા શિક્ષણાધિકારી સાથે ‘જિલ્લા પરીક્ષા સમિતિ’ ની રચના કરવામાં આવી છે. જામનગર શહેરના તથા તાલુકાના મળીને કુલ 70 શાળા / કોલેજોના 84 યુનિટના 794 વર્ગ ખંડોમાં કુલ 23, 820 ઉમેદવારો પરીક્ષા આપનાર છે.

- Advertisement -

આ પરીક્ષા માટે પરીક્ષા કેંદ્રો પર કેંદ્ર સંચાલક, સુપરવાઈઝર, ઈન્વિજીલેટર, ક્લાર્ક, પટાવાળા અને સી. સી. ટી. વી. સંચાલક તરીકે 1729 જેટલો સ્ટાફ ફરજ બજાવશે. જે શાળા/કોલેજો પાસે પૂરતો સ્ટાફ ઉપલબ્ધ ના હોય, તો તેવા કેંદ્રોને સરકારી શિક્ષકો પૂરા પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત, દરેક કેંદ્ર પર બોર્ડ પ્રતિનીધિ તથા સી. સી. ટી. વી. ઓબ્ઝર્વર તરીકે 180 થી વધુ સ્ટાફને મુકવામાં આવ્યો છે. પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ના થાય તે માટે ડાયરેક્ટર, ડી. આર. ડી. એ. ને મુખ્ય ઓબ્ઝર્વર તરીકે અને તાલુકાના મામલતદારોને તાલુકા ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કરેલા છે. જેઓ તમામ પરીક્ષા કેંદ્રો ઉપર ચાંપતી નજર રાખશે.

તમામ પરીક્ષા કેંદ્રો સી. સી. ટી. વી. થી સજ્જ છે. જે સંસ્થાઓ પાસે સી. સી. ટી. વી. ના હોય, તો તેઓને એજન્સી પાસેથી ભાડેથી સી. સી. ટી. વી. મેળવીને કામચાલઉ ફીટીંગ કરી આપવામાં આવ્યા છે. પરીક્ષાલક્ષી તમામ કામગીરી સી. સી. ટી. વી. / વિડીયોગ્રાફી સર્વેલન્સ હેઠળ કરવામાં આવશે. પરીક્ષાલક્ષી સીલબંધ સાહિત્ય જિલ્લા મથકે હથિયારધારી પોલીસ / એસ. આર. પી. ની દેખરેખ હેઠળ સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવશે. આ સાહિત્યને પરીક્ષા કેંદ્રો સુધી પહોંચાડવા માટે 21 રૂટ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં વર્ગ- 1/2 કક્ષાના અધિકારી સાથે એક આસિસ્ટન્ટ, હથિયારધારી પોલીસ અને વિડીયોગ્રાફર મુકેલા છે.

- Advertisement -

પરીક્ષા દરમિયાન કાયદો- વ્યવસ્થાની જાળવણી કરવા માટે જિલ્લા પોલીસ વડાના નેતૃત્વ હેઠળ DySP, PI / PSI, પરીક્ષા કેંદ્રો ઉપર ઉમેદવારોની ચકાસણી અને કેંદ્ર બહાર બંદોબસ્ત રાખવા તથા પેટ્રોલીંગ માટે હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, મહિલા કોન્સ્ટેબલ અને હોમગાર્ડ/TRB પોલીસ કર્મીઓ ફરજ બજાવશે. ઉમેદવારોએ પરીક્ષા ખંડમાં મોબાઈલ, સ્માર્ટ વોચ કે અનઅધિકૃત સાહિત્ય લઈ જવા પર પ્રતિબંધ, પરીક્ષા કેંદ્રની આસપાસ ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા, પરીક્ષા કેંદ્રની આસપાસ એકઠા થવા ઉપર પ્રતિબંધ, ખોદકામ કરવા ઉપર પ્રતિબંધ માટેના જાહેરનામાં કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યા છે.

પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો ખોરવાય નહીં, તે માટે વીજ વિભાગને સુચના આપેલી છે. તેમજ અન્ય જિલ્લાના ઉમેદવારોને જામનગર મુકામે પરીક્ષા કેંદ્ર સુધી પહોંચવામાં અને પરત જવામાં કોઈ અગવડ ના પડે, તે માટે એસ.ટી. વિભાગને વધારાની બસો ગોઠવવા સુચના આપેલી છે. તમામ પરીક્ષા સ્ટાફને જિલ્લા મથકે ગત તા. 29 એપ્રિલના રોજ સઘન તાલીમ આપવામાં આવી હતી. તેમજ તા. 04 મે ના રોજ સમગ્ર રાજ્યમાં બાયસેગના માધ્યમથી ઓનલાઈન સંયુક્ત તાલીમ આપવામાં આવી છે.

- Advertisement -

ગત તા. 27 એપ્રિલથી લઈને પરીક્ષા દિવસ તા. 07 મે સુધી જિલ્લા પંચાયત મથક ઉપર Help Line Center. 0288- 2672466 શરૂ કર્યોે છે. જેના થકી, ઉમેદવારોના પ્રશ્ર્નોનું નિરાકરણ કરવામાં આવશે. આમ, જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે મહેસૂલ, પંચાયત અને પોલીસ વિભાગ સંયુક્ત રીતે સજ્જ થયેલું છે, અને જિલ્લા કક્ષાએથી પરીક્ષાલક્ષી તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

આ તકે, ઉમેદવારોને કોઈ અનધિકૃત વ્યક્તિઓ પાસેથી પરીક્ષાલક્ષી સાહિત્ય નહીં મેળવવા તાકીદ કરવામાં આવે છે. તેમજ રાજ્ય સરકાર દ્વારા આવી ગેરરીતિઓ માટે કડક કાયદો પણ ઘડવામાં આવેલો છે. તેમ જિલ્લા વિકાસ અધિકારી જામનગરની યાદીમાં જણાવવમાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular