જોડિયા તાલુકાના ખીરી ગામે યુવતીએ ભુલથી લોખંડના વાયરની પ્લેટને ભંગાર સમજી ઉપાડવા જતા ઇલેકટ્રીક શોક લાગતા મૃત્યુ નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જાંબુડા ગામે રહેતાં નિર્મલાબેન વાલજીભાઈ ગોગિયા (ઉ.વ.35) નામની યુવતી તા.4 ના રોજ જોડિયા તાલુકાના ખીરી ગામે ભંગાર વિણતા વિણતા 66 કે.વી. ઈલેકટ્રીક સબ સ્ટેશન પાસે ભુલથી લોખંડના વાયરની પ્લેટને ભંગાર સમજી ઉપાડવા જતા ઇલેકટ્રીક શોક લાગતા મૃત્યુ નિપજયું હતું. આ અંગે લક્ષ્મીબેન રમેશભાઈ ઘેડિયા દ્વારા પોલીસમાં જાણ કરાતા એએસઆઇ આર.એમ. જાડેજા સહિતના સ્ટાફ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.