જામનગર શહેરના નિલકંઠનગર વિસ્તારમાં રહેતાં યુવાને પ્રેમલગ્ન કર્યા હોય તેનો ખાર રાખી તેના ભાઈને ચાર શખ્સોએ માર માર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં નિલકંઠનગરની સામે હર્ષદમીલની ચાલી, મહાવીરનગર વિસ્તારમાં રહેતાં નિલેશ દ્વારા અજય વાઘેલા તથા આકાશ વાઘેલાની મહેન સાથે પ્રેમલગ્ન કર્યા હોય જે બાબતેનો ખાર રાખી અજય મહેશ વાઘેલા, આકાશ મહેશ વાઘેલા, કાલીદાસ ઉર્ફે મુનો કમાલ વાઘેલા તથા વીકી બિપીન વાઘેલા નામના શખ્સો દ્વારા નિલેશના મોટા ભાઈ પ્રકાશના ઘરે આવી જેમ ફાવે તેમ ગાળો આપતા ફરિયાદી પ્રકાશે ગાળો આપવાની ના પાડતા અજય તથા આકાશે ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી નીચે પછાડી દઇ ચારેય આરોપીઓ દ્વારા ફરિયાદીનું આડેધડ માર મારી ફેકચર સહિતની ઈજા પહોંચાડયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ અંગે સીટી એ ના હેકો પી.ટી. જાડેજા તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.