Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારખંભાળિયા-દ્વારકા હાઈવે માર્ગ પરથી અનઅધિકૃત રીતે થતા બોકસાઈટ ખનન વિરૂધ્ધ પોલીસની કાર્યવાહી

ખંભાળિયા-દ્વારકા હાઈવે માર્ગ પરથી અનઅધિકૃત રીતે થતા બોકસાઈટ ખનન વિરૂધ્ધ પોલીસની કાર્યવાહી

રૂપિયા 60 લાખના મુદ્દામાલ સાથે ત્રણ ડમ્પર ઝબ્બે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઈન્ચાર્જ એસ.પી. એમ.એમ. પરમારના માર્ગદર્શન એલસીબી પોલીસ દ્વારા બુધવારે હાથ વધારવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી. વિભાગના હેડ કોન્સ્ટેબલ ડાડુભાઈ જોગલને મળેલી બાતમીના આધારે ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર ભાટીયા તથા કુરંગા ગામ વચ્ચેથી પસાર થતા જુદા જુદા ત્રણ ડમ્પર ટ્રકને અટકાવી, ચેકિંગ કરવામાં આવતા આ ડમ્પર ટ્રકમાં બોક્સાઈટ નામનું ખનીજ હોવાનું ખુલવા પામ્યું હતું.

- Advertisement -

આ બોક્સાઈટ અંગે રોયલ્ટી – પાસનું ચેકિંગ તથા ડ્રાઇવરોની પૂછપરછ કરવામાં આવતા ડમ્પરમાં રહેલું બોકસાઈટ રોયલ્ટી પાસ વાળી જગ્યાએથી ભરવામાં ન આવ્યું હોવાનું ખુલવા પામ્યું હતું. આથી પોલીસે અનધિકૃત બોકસાઈટનું વહન કરવા સબબ રૂપિયા 20-20 લાખની કિંમતના મુદ્દામાલ સાથેના જી.જે. 10 ટી.વી. 5457, જી.જે. 37 ટી. 6738 તથા જી.જે. 37 ટી. 88 હ38 નંબરના કુલ ત્રણ ડમ્પર કબજે લીધા છે. આ અંગેની જાણ દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાણ ખનીજ વિભાગને પણ કરવામાં આવી છે. જેના દ્વારા અંગે જરૂરી તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલ, એ.એસ.આઈ. અરજણભાઈ મારુ, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, દિનેશભાઈ માડમ, ગોવિંદભાઈ કરમુર, વિગેરે દ્વારા કરવામાં આવી હતી. એલસીબી પોલીસની આ કાર્યવાહીથી ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાની લાગણી પ્રસરી જવા પામી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular