અજેલ ઉર્ફે અજમેર ચતુરભાઇ સફુરીયા રાઠોડે ભોગ બનનાર ફરિયાદી સાથે જુદી જુદી જગ્યાએ શારીરિક સંબંધ બાંધી ભોગ બનનારને ગર્ભવતી બનાવી હતી. પરંતુ આ હકીકત ભોગ બનનારે પોતાના માતા-પિતાને તથા ઘરના સભ્યોને કોઇ વાત કરી નહીં.
ત્યારબાદ ભોગ બનનારને 6 માસ બાદ બાળકનો જન્મ થતાં બાળકનું મૃત્યુ થયું હતું અને ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ભોગ બનનારે આરોપી અજમેલ ઉર્ફે અજેર ચતુરભાઇ સફુરીયા રાઠોડ વિરુધ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જે ફરિયાદના આધારે ભોગ બનનારનો તેમના બાળકનો અને આરોપીનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેડીએનએ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
કેસમાં તપાસ પૂર્ણ થતાં પોલીસ દ્વારા આરોપી અજમેલ ઉર્ફે અજમેર ચતુરભાઇ સફુરીયા રાઠોડ વિરુધ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસ જામનગરની સ્પેશ્યલ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં આરોપીના વકીલની દલીલો અને રજૂઆતોને તથા સુપ્રિમકોર્ટ અને હાઇકોર્ટના ચુકાદાઓને ધ્યાને લઇ આરોપી અજમેલ ઉર્ફે અજમેર ચતુરભાઇ સફુરીયા રાઠોડને સ્પેશ્યલ સેશન્સ કોર્ટ દ્વારા નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ ફરમાવેલ છે.
આ કામે આરોપી તરફે વકીલ નિર્મળસિંહ પી. સરવૈયા , હેમલસિંહ બી. પરમાર, બ્રિજેશ એ. ત્રિવેદી તથા સુમિત કે. વડનગરા રોકાયેલ છે.