Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયઅલ નીનો ભારત માટે સંકટ

અલ નીનો ભારત માટે સંકટ

સમગ્ર વિશ્ર્વને આગામી જુલાઈ મહિનામાં આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે. અલ નીનોની અસરને કારણે વિશ્ર્વભરમાં તાપમાનમાં વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. વિશ્ર્વ હવામાન સંગઠનએ અહેવાલ આપ્યો છે કે અલ નીનો હવે જુલાઈના અંત સુધીમાં આવી શકે છે. અલ નીનોને કારણે ગરમી સમગ્ર વિશ્ર્વમાં પાયમાલીનું કારણ બનશે.
વિષુવવૃત્તીય પેસિફિક મહાસાગરના ગરમ થવાની સંભાવના વધી રહી છે જેને ’અલ નીનો’ ગતિવિધિ કહેવામાં આવે છે અને તે ઉચ્ચ વૈશ્ર્વિક તાપમાન સાથે સંકળાયેલ છે. જે ભારત સહિત સમગ્ર વિશ્વ પર તેની અસર પડશે. આબોહવા વિજ્ઞાનીઓનું કહેવું છે કે ફરી એકવાર અલ નીનો આવવાને કારણે વૈશ્ર્વિક તાપમાનમાં રેકોર્ડ વધારો થશે. ભારતમાં ચોમાસા પર પણ તેની અસર થવાની શક્યતા છે. યુનાઇટેડ નેશન્સના વિશ્ર્વ હવામાન સંગઠનએ અહેવાલ આપ્યો છે કે અલ નીનો હવે જુલાઈના અંત સુધીમાં આવી શકે છે. ડબલ્યુએમઓએ એમ પણ કહ્યું છે કે જુલાઈમાં તેના આવવાની 60 ટકા અને સપ્ટેમ્બરના અંત સુધીમાં 80 ટકા સંભાવના છે. ભારતમાં ચોમાસા દરમિયાન અલ નીનોની સંભાવના 70 ટકા સુધી છે. ડબલ્યુએમઓના પ્રાદેશિક આબોહવા અનુમાન સેવા વિભાગના વડાએ જણાવ્યું હતું કે, તે સમગ્ર વિશ્ર્વમાં હવામાન અને આબોહવા પ્રણાલીને બદલશે. આ અલ નીનોની ગતિવિધિ વર્ષ 1950 બાદ આ ત્રીજી વખત જોવા મળી છે. આઇએમડીના મહાનિર્દેશકે કહ્યું હતું કે ચોમાસા દરમિયાન અલ નીનોની સ્થિતિ સર્જાઈ શકે છે અને તેની અસર ચોમાસાના બીજા ભાગમાં જોવા મળી શકે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે 1951-2022 વચ્ચેના તમામ વર્ષો જ્યારે અલ નીનો સક્રિય હતો તે તમામ વર્ષો ચોમાસાની દ્રષ્ટિએ ખરાબ ન હતા. તેમણે કહ્યું કે આ વર્ષે અલ નીનો અસરવાળા 15 વર્ષ હતા અને તેમાંથી 6માં સામાન્યથી લઈ સામાન્ય કરતા વધુ વરસાદ થયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular