જામજોધપુર તાલુકાના બુટાવદર ગામની સીમ વિસ્તારમાં ખેતરે કામ કરતા સમયે કોઈ કારણસર ઈલેકટ્રીક શોક લાગતા પ્રૌઢનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના બુટાવદર ગામના સીમ વિસ્તારમાં રહેતાં યોગેન્દ્રસિંહ મધુભા જાડેજા (ઉ.વ.57) નામના ખેડૂત પ્રૌઢ મંગળવારે સવારના સમયે તેના ખેતરમાં ખેતીકામ કરતા હતાં તે દરમિયાન કોઇ કારણસર ઈલેકટ્રીક શોક લાગતા બેશુધ્ધ થઈ જતાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ સંજયસિંહ દ્વારા જાણ કરાતા હેકો એસ.એચ. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.