Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરજામનગરના વરસાદથી થાંભલામાં શોટસર્કિટના કારણે બે બકરાના મોત

જામનગરના વરસાદથી થાંભલામાં શોટસર્કિટના કારણે બે બકરાના મોત

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં આજે વહેલીસવારથી જ વાતાવરણ પલ્ટાયું હતું અને સમગ્ર રાજ્યમાં ચોમાસા જેવો માહોલ સર્જાઈ ગયો હતો અને પવનના સુસવાટા સાથે જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. જેમાં જામનગરમાં સૌથી વધુ પોણો ઈંચ પાણી ખાબકયું હતું. જ્યારે જોડિયા, લાલપુર, જામજોધપુરમાં સામાન્ય ઝાપટાં પડયા હતાં. જામનગરના બેડેશ્વર વિસ્તારમાં વરસાદ પછી પીજીવીસીએલના થાંભલામાં વીજશોક બે બકરાના મોત નિપજ્યા હતાં.

- Advertisement -

આજે સવારથી પડેલા પોણો ઈંચ વરસાદને કારણે જામનગરના વોર્ડ નં.1 ના બેડેશ્વરમાં હાજમચોક વિસ્તારમાં આવેલા પીજીવીસીએલના થાંભલામાં શોટ સર્કિટ થવાથી બે બકરાના મોત નિપજ્યાં હતાં. ઘટનાની જાણ થતા કોર્પોરેટર નુરમામદ પલેજા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતાં અને આ બનાવ અંગે પીજીવીસીએલના અધિકારીઓને જાણ કરી હતી. તેમજ જામનગર જિલ્લાના ધ્રોલ, જોડિયા અને જામજોધપુરમાં ઝાપટાં પડયાના અહેવાલ છે. જ્યારે શુક્રવારે સાંજે કાલાવડ તાલુકાના ભગત ખીજડિયા ગામમાં કરા સાથે વરસાદ વરસતા પાકમાં નુકસાનની ભીતિથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular