Saturday, December 6, 2025
Homeરાજ્યગુજરાતગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવા મારૂતિની યોજના

ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવા મારૂતિની યોજના

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારૂતિ સુઝુકી તેની ઉત્પાદન ક્ષમતા વધારવા માંગે છે અને તેના માટે ગુજરાતમાં વધુ એક પ્લાન્ટ સ્થાપે તેવી શક્યતા છે. કંપની 24,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે એક પ્લાન્ટ સ્થાપવાની યોજના ધરાવે છે જયાં દર વર્ષે 10 લાખ કારનું ઉત્પાદન કરવામાં આવશે. ઉચ્ચ સ્તરિય સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં મારૂતિની નજર ચાર લોકેશન પર છે. તેમાં કચ્છ, ધોલેરા જઈંછ, હાંસલપુર અને બેચરાજીનો સમાવેશ થાય છે.

- Advertisement -

મારૂતિના અધિકારીઓની એક ટીમે આ ચારેય સ્થળની મુલાકાત લીધી છે અને તેમાંથી એક સ્થળને પસંદ કરવામાં આવે તેવી શક્યતા છે. મારૂતિ એવી જગ્યા પર પ્લાન્ટ સ્થાપવા વિચારે છે જયાં નજીકમાં પોર્ટની સગવડ હોય અને સરળતાથી નિકાસ થઈ શકે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular