જામનગર શહેરના શંકરટેકરી સુભાષપરા શેરી નં.1 માં રહેતાં યુવાન ઉપર બે મહિલા સહિત ચાર શખ્સોએ એકસંપ કરી લોખંડના પાઈપ વડે અને ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં શંકરટેકરી સુભાષપરા શેરી નં.1 માં રહેતા મનિષ છોટુભાઈ નાખવા નામના યુવાન ઉપર બુધવારે રાત્રિના સમયે પૃથ્વીરાજ, કિશોરસિંહ, ટમુબેન, મિતલબેન સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી યુવાનને અપશબ્દો બોલી લોખંડના પાઈપ વડે હુમલો કરી પગમાં ઈજા પહોંચાડી હતી તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ એચ.ડી. હિંગરોજા તથા સ્ટાફે ઈજાગ્રસ્તના ભાઈ ભાવેશના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.