Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં થયેલી ઘરફોડ ચોરીમાં તસ્કર ઝડપાયો

જામનગર શહેરમાં થયેલી ઘરફોડ ચોરીમાં તસ્કર ઝડપાયો

- Advertisement -

જામનગર શહેરમાં ગુલાબનગર રોડ પર રાજપાર્ક વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટના પાંચમાં માળના ફલેટમાંથી થયેલી રોકડ અને દાગીનાની ચોરીમાં સિટી બી ડીવીઝન પોલીસે શખ્સને ઝડપી લઇ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રાજપાર્કમાં આવેલા એસઆઈબી એપાર્ટમેન્ટમાં પાંચમાં માળે રહેતાં સામાજિક અગ્રણીના ફલેટમાંથી તસ્કરે કબાટ તોડી રૂા.70000 ની કિંમતની સોનાની બે જોડી બુટી અને રૂા.1,25,000 ની રોકડ રકમ સહિત કુલ રૂા.1,77,000 ની માલમતાની ચોરી થયાના બનાવમાં પો.કો. બળભદ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી વરૂણ વસાવના માર્ગદર્શન હેઠળ પીઆઈ એચ.પી.ઝાલા, પીએસઆઈ ડી.એસ.વાઢેર, એએસઆઈ મુકેશસિંહ રાણા, હેકો રાજેશભાઈ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, પો.કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા, સંજયભાઈ પરમાર, પ્રદિપસિંહ રાણા, કલ્પેશભાઈ અઘારા, વિપુલભાઈ ગઢવી, બળભદ્રસિંહ જાડેજા, હિતેશ મકવાણા સહિતના સ્ટાફે વિકટોરીયા પુલ પાસે વોચ ગોઠવી દાગીના વેંચવા આવેલા અજીજ કેજાર ફોજદાર (ઉ.વ.38) નામના શખ્સને આંતરી લીધો હતો.

પોલીસે અજીજની તલાસી લેતા તેના ઝભ્ભાના ખિસ્સામાંથી રૂા.500 ના દરની ભારતીય ચલણની રૂા.1,25,000 ની નોટો અને સોનાના જુદી જુદી ડીઝાઈનના રૂા.52000 ની કિંમતના 9.230 મિલીગ્રામ વજનના દાગીના મળી આવતા પોલીસે રૂા.1.77 લાખનો ચોરાઉ મુદ્દામાલ કબ્જે કરી આગળની પુછપરછ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular