Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરપત્ની રીસામણે જતી રહેતા મનમાં લાગી આવતા પતિએ જિંદગી ટૂંકાવી

પત્ની રીસામણે જતી રહેતા મનમાં લાગી આવતા પતિએ જિંદગી ટૂંકાવી

ગુરૂવારે સવારે ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા : પોલીસ દ્વારા કારણ જાણવા કાર્યવાહી : દેડકદડના ખેડૂત યુવાનનું હૃદયરોગના હુમલાથી મોત

- Advertisement -

જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં હાલાર સોલ્ટના દંગામાં રહેતાં યુવાનની પત્ની ચાર દિવસ પહેલાં રિસામણે જતી રહેતાં મનમાં લાગી આવતા પત્નીના વિયોગમાં પતિએ તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ધ્રોલ તાલુકાના દેડકદડ ગામમાં રહેતાં યુવાનને હૃદયરોગનો હુમલો આવતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં પોલીટેકનિક કોલેજની બાજુમાં આવેલા હાલાર સોલ્ટના દંગામાં રહેતાં ડુંગરભા વિશાભાઈ માણેક (ઉ.વ.34) નામના યુવાનની પત્ની ચાર દિવસ પૂર્વે રીસામણે જતી રહી હતી. પત્ની રીસામણે જતી રહેતાં તેના વિયોગમાં મનમાં લાગી આવતા ડુંગરભા એ ગુરૂવારે સવારના સમયે તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના ભાઈ મુરાભાઈ દ્વારા જાણ કરાતા હેકો કે.કે.ગઢવી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

બીજો બનાવ, ધ્રોલ તાલુકાના દેડકદડ ગામમાં રહેતાં અને ખેતી કરતાં ગીરીરાજસિંહ કરણુભા જાડેજા (ઉ.વ.45) નામના યુવાનને ગત તા.24 ના રોજ સવારના સમયે તેના ઘરે હૃદયરોગનો હુમલો આવતા બેશુદ્ધ થઈ જતાં પડધરીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન ગુરૂવારે સાંજના સમયે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મંગળસિંહ દ્વારા જાણ કરાતા હેકો એચ.બી. સોઢીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular