દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પોલીસ દ્વારા ગઈકાલે ગુરુવારે સાંજે કલ્યાણપુર પંથકમાં એલસીબી પી.આઈ. કે.કે. ગોહિલની સુચના મુજબ હાથ ધરવામાં આવેલી જુગાર અંગેની કાર્યવાહીમાં એ.એસ.આઈ. સજુભા જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ ડાડુભાઈ જોગલને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાટીયાથી કુરંગા રોડ પર ખરાબાની ખુલ્લી જગ્યામાં બાવળની ઝાળીમાં બેસી અને તીનપત્તી નામનો જુગાર રમી રહેલા દિપક નારણ મકવાણા, વિમલ મથુરદાસ સામાણી, રમેશ નથુરામ કાપડી, કિશોર કાના ચાવડા અને દેવશી દેશા પારીયા નામના પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેની પોલીસે રૂપિયા 18,050 રોકડા તથા રૂપિયા 10,000 ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા 35,000 ની કિંમતનું એક મોટરસાયકલ મળી કુલ રૂપિયા 63,050 નો મુદ્દામાલ કબજે કરી, ધોરણસર કાર્યવાહી કરી હતી.
આ કામગીરી એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. ગળચર, સજુભા જાડેજા, અજીતભાઈ બારોટ, સુનિલભાઈ કાંબરીયા, ડાડુભાઈ જોગલ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.