ભાણવડના ગરાસ સીમ વિસ્તારમાં રહેતા અને મૂળ પોરબંદર તાલુકાના સીમર ગામે રહેતા સુમરીબેન રામદેભાઈ કાનાભાઈ સીડા નામના 75 વર્ષના મેર વૃદ્ધાએ પોતાના ભાગની જમીન વેચાણમાં આપેલ હોય, જે જમીન વેચાણ બાબતનું મનદુ:ખ રાખી, સીમર ગામના દેવા કાના સીડા અને ભૂરા કાના સીડા નામના બે શખ્સોએ સુમરીબેનને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બનાવ અંગે ભાણવડ પોલીસ મથકમાં બંને શખ્સો સામે આઇ.પી.સી. 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.