Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં જાહેર રોડ પર વિદ્યાર્થી ઉપર આઠ શખ્સો દ્વારા હુમલો

જામનગર શહેરમાં જાહેર રોડ પર વિદ્યાર્થી ઉપર આઠ શખ્સો દ્વારા હુમલો

પટેલ કોલોની શેરી નં.7 માં મંગળવારે બપોરે ધોકા વડે માર માર્યો : છોડાવવા પડેલા વિદ્યાર્થીને ધમકાવ્યો : પોલીસ દ્વારા આઠ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલી કોલેજ પાસે ભરબપોરે 8 આઠ શખ્સોએ વિદ્યાર્થી યુવકને ખોટા સીન સપાટા કેમ મારશ ? તેમ કહી જાહેરમાં લાકડાના ધોકા વડે અને ઢીકાપાટુનો માર માર્યો હતો. વિદ્યાર્થીને વચ્ચે છોડાવવા પડેલા બે વ્યકિતઓને પણ માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ગાંધીનગર મોમાઈનગર શેરી નં.2 માં રહેતાં અજયસિંહ દિલીપસિંહ જાડેજા (ઉ.વ.20) નામનો અભ્યાસ કરતો વિદ્યાર્થી મંગળવારે બપોરના સમયે પટેલ કોલોની શેરી નં.7 માંથી પસાર થતો હતો ત્યારે સાવન ચાવડા અને સાહીલ તથા છ અજાણ્યા સહિતના આઠ શખ્સોએ મહીન્દ્ર થારમાં આવીને ‘તું કોલેજમાં ખોટા સીનસપાટા શું મારશ ?’ તેમ કહી અપશબ્દો બોલી કાઠલો પકડી થાર ગાડી પાસે લઇ ગયા હતાં. જ્યાં સાહીલ નામના શખ્સે લાકડાનો ધોકો લઇ બહાર આવી ‘આજ પછી કોલેજમાં દેખાતો નહીં’ તેમ કહી ધમકાવ્યો હતો. ત્યારબાદ શિફટ કારમાં આવેલા ચાર અજાણ્યા શખ્સો સહિતના એ અજયસિંહને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. અજયસિંહ ઉપર થયેલા હુમલામાં છોડાવવા વચ્ચે પડેલા મહેન્દ્રસિંહને પણ બે અજાણ્યા શખ્સો એ ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. ધોળે દિવસે જાહેર રોડ પર થયેલા હુમલાના કારણે લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

હુમલામાં ઘવાયેલા વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ એસ.વી. સામાણીએ વિદ્યાર્થીના નિવેદનના આધારે છ અજાણ્યા સહિતના આઠ શખ્સો વિરૂધ્ધ રાયોટીંગ અને હુમલાનો ગુનો નોંધી તપાસ આરંભી હુમલાખોરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular