Sunday, December 7, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં યુવતીની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

જામનગર શહેરમાં યુવતીની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

બુધવારે સાંજે ચૂંદડી વડે ગળેટૂંપો દઇ જિંદગી ટૂંકાવી: પરિવારમાં શોકનું મોજું : પોલીસ દ્વારા કારણ જાણવા તપાસ

જામનગર શહેરમાં ગુલાબનગર રિલાયન્સ પેટ્રોલ પંપ પાછળ આવેલ રાધેક્રિષ્ના પાર્કમાં રહેતી યુવતીએ તેણીના ઘરે અગમ્યકારણોસર ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે કારણ જાણવા તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ગુલાબનગર રિલાયન્સ પેટ્રોલ પંપ પાછળ આવેલી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડીની બાજુમાં રાધે ક્રિષ્ના પાર્કમાં રહેતી અંકિતાબેન મયુરભાઈ ચૌહાણ (ઉ.વ.21) નામની ઘરકામ કરતી યુવતી એ બુધવારે સાંજના સમયે તેના ઘરે અગમ્યકારણોસર ઉપરના માળે રૂમ બંધ કરી છતમાં લગાડેલ લોખંડના હુકમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા આ અંગેની જાણ કરાતા 108 એમ્બ્યુલન્સ ટીમે સ્થળ પર પહોંચી જઈ તપાસ હાથ ધરતા યુવતીનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે મૃતકના પિતા મયુરભાઈ મનુભાઈ ચૌહાણ દ્વારા જાણ કરાતા પીએસઆઈ આર.પી. અસારી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular