ભારતના ચૂંટણીપંચના આદેશ મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના 652 મતદાન મથકો પર બુથ લેવલ ઓફિસરો ઉપસ્થિત રહી, મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાની કામગીરી કરવામાં હતી. આ કામગીરીના નિરિક્ષણ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અશોક શર્મા દ્વારા વિવિધ મતદાન મથકોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં 18-19 વયજૂથના યુવા મતદારોની મહત્તમ નોંધણી કરવા તથા અવસાન પામેલા મતદારોના નામ કમી કરવા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.