જામનગર શહેરમાં જૂની જેલ પાછળ આવેલા ગણેશવાસમાં રહેતાં યુવાને તેના ઘરે અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં એક સપ્તાહની સારવાર બાદ મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં દિ.પ્લોટ 45 માં જૂની જેલ પાછળ આવેલા ગણેશવાસ રામાપીરના ચોક પાસે રહેતાં ઉમેશભાઇ દામજીભાઈ વાઘેલા (ઉ.વ.37) નામના યુવાને ગત તા. 18 ના રોજ સવારના સમયે હર્ષદમીલની ચાલી પાસે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવાનનું સોમવારે બપોરના સમયે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ કરાતા એએસઆઇ કે.પી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આપઘાતનું કારણ જાણવા તપાસ આરંભી હતી.