કલ્યાણપુર તાલુકાના સીદસરા ગામમાં રહેતાં વૃદ્ધ ઉપર તેના જ ગામના શખ્સે અપશબ્દો બોલી પથ્થરોના ઘા કરી ઈજા પહોંચાડયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી હુમલાખોરની શોધખોળ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના સીદસરા ગામે રહેતા પોપટભાઈ અમરસંગ જાડેજા નામના 88 વર્ષના વૃદ્ધને આ જ ગામના બટુકસંગ પોપટભા જાડેજા નામના શખ્સ દ્વારા બિભત્સ ગાળો કાઢી, પથ્થરના ઘા મારીને ઇજાઓ કર્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાઈ છે.
ફરિયાદી પોપટભા જાડેજા પોતાની વાડીએ હાજર હતા તે દરમિયાન આરોપીએ તેમની પાસે આવીને જણાવેલ કે ‘ખેતર સંભાળી ના શકતા હો તો ખેતર ના લેવાય’. જેથી તેમણે કહેલ કે ‘ખેતર મારું છે. હું સંભાળું શકું કે નહીં એ મારે જોવાનું છે’. તેમ કહેતા ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવ અંગે પોલીસે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.