દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના હાબરડી ગામમાં રહેતાં વૃદ્ધને તેના ઘરે હૃદયરોગનો હુમલો આવતા સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના હાબરડી ગામે રહેતા રામાભાઈ મેઘાભાઈ ચાવડા નામના 75 વર્ષના વૃદ્ધને હૃદય રોગનો કાતિલ હુમલો આવી જતા તેમને ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ અંગેની જાણ મૃતકના પુત્ર પબાભાઈ રામાભાઈ ચાવડાએ સ્થાનિક પોલીસને કરી છે.