ગુજરાતમાં થોડા સમય પૂર્વે પેપર ફૂટવાના અનેક બનાવો બન્યા છે. જે સંદર્ભે યુવરાજસિંહ જાડેજા દ્વારા સરકાર સામે બાંયો ચઢાવવામાં આવી હતી. તેના અનુસંધાને પોલીસ તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરી, યુવરાજસિંહ જાડેજાની અટકાયત કરવામાં આવી હતી. આ પ્રકરણને આમ આદમી પાર્ટીએ વખોડી કાઢી લોકશાહી વિરુદ્ધનું કૃત્ય ગણાવ્યું હતું. જે સંદર્ભે ખંભાળિયામાં આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલે સોમવારે જિલ્લા કલેકટર કચેરી ખાતે સૂત્રોચાર સાથે એક આવેદન પત્ર પાઠવી યુવરાજસિંહ પરના કેસ પરત ખેંચી લેવા, પેપર લીક કૌભાંડની તપાસ નિવૃત્ત જજ દ્વારા કરવામાં આવે તથા યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરતી બાબતો માટે સ્પેશિયલ કોર્ટમાં ઝડપથી કેસ ચલાવી તટસ્થ ન્યાય આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.