Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસાપ આપણો શત્રુ નથી, પૃથ્વી પરના દરેક જીવ આપણા મિત્રો

સાપ આપણો શત્રુ નથી, પૃથ્વી પરના દરેક જીવ આપણા મિત્રો

- Advertisement -

દર વર્ષે 22 એપ્રિલે વિશ્વ પૃથ્વી દિવસ (World Earth Day) મનાવવાનો હેતુ એ જ છે કે લોકો પૃથ્વીનું મહત્વ સમજે અને પર્યાવરણ માટે જાગૃત બને. આ જ કારણ છે કે આ દિવસે પર્યાવરણ સંરક્ષણ અને પૃથ્વીને બચાવવાનો સંકલ્પ લેવામાં આવે છે.

- Advertisement -

આ પૃથ્વી પર કેટલાય એવા જીવો છે જે મનુષ્ય સાચા અર્થમાં મિત્ર છે પરંતુ અજ્ઞાનતાને કારણે મનુષ્ય તે જીવો ને પોતાનો શત્રુ સમજે છે. સાપ નામ સાંભળતાજ આપણાં રૂવાડા ઉભા થઇ જાય છે. તેથી લોકો સાપ ને જોતાજ દંડો લઈને મારવા દોડે છે. હાલમાં આવી ઘટનાઓ બહુ વધી ગઈ છે વધતા જતા શહેરીકરણના લીધે શહેરી વિસ્તારોમાં સાપ નીકળવાના અનેક બનાવો જોવા મળે છે. સાપ વિશે આપણાં સમાજમાં અનેક ગેરમાન્યતાઓ છે જેના લીધે અનેક લોકો સાપને પોતાનો દુશ્મન સમજે છે. સાપ વિશે અપૂરતી માહિતીના કારણે બિન ઝેરી સાપ કરડવાથી પણ લોકો મૃત્યુ પામે છે.

આજરોજ વિશ્વ પૃથ્વી દિવસ નિમિતે પર્યાવરણ સંરક્ષણ અંતર્ગત અમારી સંસ્થા નવાનગર નેચર કલબ દ્વારા”સાપ” આપણો શત્રુ નથી, પરંતુ મિત્ર છે ! કુદરતનું એક નિરાલું સર્જન છે. એ વાતને ચરિતાર્થ કરવા અમે ‘નવાનગર નેચર કલબ’ દ્વારા એક પોસ્ટર બનાવવામાં આવ્યું છે જેમાં જામનગર જિલ્લામાં જોવા મળતા ઝેરી સાપોની માહિતી દર્શાવવામાં આવી છે જેથી લોકોને ઝેરી બિન ઝેરી સાપોનો ખ્યાલ આવે જેથી સાપ મારતા લોકો ખચકાશે તથા બિનઝેરી સાપ કરડવાથી લોકોના થતાં મૃત્યુ અટકશે તદઉપરાંત લોકોમાં સાપ અંગે બંધાયેલો રૂઢિગત ખોટી માન્યતાઓ પણ દૂર થશે.

- Advertisement -

આ ઉપરાંત સર્પ કરડે ત્યારે શું કરવું શું ના કરવું તે અંગે પણ માહિતી મુકવામાં આવી છે. આ પોસ્ટરનું આજરોજ સાંસદ સભ્ય પૂનમબેન માડમ તથા ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા, ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જામનગર મહાનગર પાલિકાના ગાર્ડન શાખાના ચેરમેન ડિમ્પલબેન જે.રાવલ, સત્ય સાંઈ વિદ્યાલયના સી.ઇ.ઓ એક્તાબા સોઢાના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

સાપ અંગેની ખરી હકીકત સમાજનાં ખૂણે-ખૂણે પહોંચાડવાની અમારી નેમ છે. અમને આશા છે કે આજે વિશ્ર્વ પૃથ્વી દિવસ નિમિતે અમારૂ આ અભિયાન પર્યાવરણ સંરક્ષણ તેમજ સમાજ ઉપયોગી સાબિત થશે અને લોકોનાં મનમાં ઘર કરી ગયેલી સાપ વિશેની ખોટી માન્યતાઓ પણ નાબૂદ થશે જેનાથી વગર વાંકે સાપની હત્યા થતી અટકશે…

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular