દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના જુદા જુદા નવ મંડલમાં જિલ્લા પ્રભારી તેમજ જિલ્લા પ્રમુખના પ્રવાસનું આયોજન આગામી સોમવાર તથા મંગળવારના રોજ કરવામાં આવ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા સંગઠનના પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી અને પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, દ્વારકા, કલ્યાણપુર, ભાણવડ વિગેરે નવ મંડલોના પ્રવાસનું આયોજન આગામી સોમવાર તારીખ 24 તથા મંગળવાર તારીખ 25 મીના રોજ કરવામાં આવ્યું છે. જિલ્લાના મંડલોના આ ખાસ પ્રવાસમાં મંડલના પ્રમુખ, મહામંત્રી, જુદા જુદા મોરચાના હોદ્દેદારો, 100 મી “મન કી બાત” કાર્યક્રમના ઇન્ચાર્જ વિગેરે ખાસ ઉપસ્થિત રહેશે અને તેઓને પ્રભારી, આગેવાનો દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.