ભાણવડ તાલુકાના ચોખંડા ગામમાં રહેતાં યુવાને અગમ્ય કારણોસર ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન મોત નિપજયું હતું. મૃતક સામે અગાઉ ફરિયાદ થઈ હોય જેની ચિંતામાં પગલું ભર્યુ હોવાનું મૃતકના પિતાએ પોલીસમાં જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, ભાણવડ તાલુકાના ચોખંડા ગામે રહેતા માલસીભાઈ રામભાઈ વાઘોર નામના 32 વર્ષના યુવાને ગુરુવારે સાંજના સમયે પોતાના હાથે ઝેરી ટીકડા ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક યુવાન સામે અગાઉ કોઈ બાબતે ફરિયાદ થઈ હોય, જેના કારણે ચિંતાગ્રસ્ત હાલતમાં તેમણે આ પગલું ભર્યું હોવાની સંભાવના મૃતકના પિતા રામભાઈ ભુરાભાઈ વાઘોર દ્વારા ભાણવડ પોલીસમાં વ્યક્ત કરાઈ છે. જે સંદર્ભે પોલીસે જરૂરી નોંધ કરી કાર્યવાહી કરી હતી.