જામનગર તાલુકાના રાવલસર ગામમાં રહેતાં યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના રાવલસર ગામમાં માલધારીનો વ્યવસાય કરતા રાજુભાઈ બીજલભાઈ ટારીયા (ઉ.વ.48) નામના યુવાને ગુરૂવારે બપોરના સમયે તેના ઘરે અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું શુક્રવારે બપોરના સમયે સારવાર કારગત નિવડે તે પહેલાં મોત નિપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની રવાભાઈ ટારીયા દ્વારા જાણ કરાતા હેકો જે.જી. રાણા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આપઘાતનું કારણ જાણવા તપાસ આરંભી હતી.