Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરતા.23 એપ્રિલના રોજ 78-વિધાનસભાના મત વિસ્તારમાં બુથ લેવલ ઓફિસરના સ્થળમાં ફેરફાર

તા.23 એપ્રિલના રોજ 78-વિધાનસભાના મત વિસ્તારમાં બુથ લેવલ ઓફિસરના સ્થળમાં ફેરફાર

- Advertisement -

મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2023 ચાલુ હોય જે અન્વયે આગામી તા.23 એપ્રિલને મતદાર યાદી સુધારણા માટે ખાસ ઝુંબેશ દિવસ જાહેર કરવામાં આવી છે. તા.23 અપ્રિલના રોજ અગાઉ જે મતદાન મથક પર બીએલઓ બેસવાના હતા તે જગ્યા પર શિક્ષક યોગ્યતા કસોટી TET-II ની પરીક્ષા યોજવાની હોવાથી બી.એલ.ઓના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

- Advertisement -

મતદાન મથક નંબર 65, 66, 68, 69 ના હાલના મતદાન મથક જીએસ મહેતા કન્યા વિદ્યાલય ની જગ્યાએ જીએસ મહેતા વિદ્યાલય, રૂમ નં-3, કસ્તુબા સ્ત્રી વિકાસ ગૃહ, મતદાન મથક નં.221, 222, 225ના હાલના મતદાન મથક કાલિન્દી સ્કૂલ, લાલપર રોડની જગ્યાએ વાલજીભાઈ કરમશીભાઈ કરદાણી પ્રસંગ હોલ, લાલપુર રોડ, મતદાન મથક નંબર 135ના હાલના મતદાન મથક ડી. એસ. ગોજીયા સ્કૂલની જગ્યાએ એમપી શાહ મેડિકલ કોલેજ, મતદાન મથક નં-53,70,71,72ના મતદાન મથક સેન્ટ આન્સ સ્કૂલની જગ્યાએ ડી.કે.વી. કોલેજ, મતદાન મથક નં.60,77ના મતદાન મથક ભવન્સ એ. કે. દોશી વિદ્યાલય જમનગરની જગ્યાએએ ડી. કે. વી. કોલેજ, મતદાન મથક નં.62ના મતદાન મથક એ. કે. દોશી મહિલા કોલેજની જગ્યાએ ડી. કે. વી. કોલેજ જામનગર ખાતે બીએલઓ બેસીને હક્ક-દાવા અરજીઓ સ્વીકારશે. આ બાબતે 78-જામનગર ઉત્તરના મતદારોને સહકાર આપવા મતદાર નોંધણી અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular