Saturday, December 6, 2025
Homeસમાચારઆંતરરાષ્ટ્રીયભારતની મુલાકાતે આવશે પાકિસ્તાનના વિદેશમંત્રી ભુટ્ટો

ભારતની મુલાકાતે આવશે પાકિસ્તાનના વિદેશમંત્રી ભુટ્ટો

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી ભારતની મુલાકાતે આવશે. બિલાવલની આ મુલાકાત આવતા મહિનાની શરૂઆતમાં 4 મેના રોજ થશે. 2014માં તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફ બાદ સત્તાધારી પાકિસ્તાની નેતાની આ પ્રથમ ભારત મુલાકાત હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીનના નેતૃત્વમાં શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશનની એસસીઓની બેઠક ભારતમાં 4 મેના રોજ યોજાશે. આ સંગઠનમાં ચીન, રશિયા, પાકિસ્તાન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન અને તાજિકિસ્તાન સામેલ હતા, બાદમાં ભારત પણ તેમાં સામેલ થયું.
આ વખતે જ્યારે એસસીઓની બેઠક ભારતમાં યોજવાનું નક્કી થયું ત્યારે પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ હવે અહેવાલ છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો આ બેઠકમાં ભાગ લેશે. તે દિવસે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના સભ્ય દેશોના વિદેશ મંત્રીઓની સંમેલન યોજાવાનું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular