દેશમાં કોરોના સંક્રમણે ફરીથી સ્પીડ પકડી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 12591 કેસ નોંધાયા છે. જેમાં એક જ દિવસમાં ર000 કેસનો વધારો થયો છે. દેશની સાથે ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં ચઢાવ-ઉતાર જોવા મળી રહ્યો છે. રાજયમાં ગઇકાલે નવા 323 કેસ નોંધાયા હતા. જામનગર શહેરમાં પણ ગઇકાલે કોરોનાના બે નવા કેસ નોંધાયા હતા.
ભારતમાં કોરોનાએ ફરી એકવાર પગ ફેલાવવાનું શરૂ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 12591 કેસ નોંધાયા છે. આ દરમિયાન 29 લોકોના મોત થયા છે. તે જ સમયે, પોઝિટિવિટી રેટ પણ 5% થી ઉપર પહોંચી ગયો છે. આ પહેલા બુધવારે કોરોનાના 10542 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે અગાઉ મંગળવારે 7633 કેસ નોંધાયા હતા.
આ પહેલા બુધવારે દેશમાં કોરોનાના 10,542 નવા દર્દીઓ મળી આવ્યા હતા. જ્યારે ચેપનો દર વધીને 38 ટકા થઈ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર મહામારીને કારણે બુધવારે 29 સંક્રમિત લોકોના મોત થયા છે. એક દિવસ પહેલા એટલે કે મંગળવારે 11 દર્દીઓના કોરોનાથી મોત થયા હતા.