કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામના સીંધુડી ગામના પાદરમાં આવેલા ખેતરમાં મગફળીનો ભુકો ભરવાનું કામ કરતાં પ્રૌઢને હૃદયરોગનો હુમલો આવતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના નાની નાગાજર ગામમાં રહેતાં અને પશુપાલનનો વ્યવસાય કરતાં કનુભાઈ પબાભાઈ ગમારા (ઉ.વ.58) નામના પ્રૌઢ બુધવારે સાંજના સમયે મોટાવડાળાના સીંધુડી ગામના પાદરમાં આવેલા ખેતરમાં મગફળીનો ભુક્કો ભરવાનું કામ કરતાં હતાં તે દરમિયાન એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડતા કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં ફરજ પરના તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ મૃતકના ભાઈ રાજુભાઈ દ્વારા જાણ કરાતા હેકો જી.આઈ. જેઠવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.