Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકર્ણાટકમાં રૂા. 10,000ના ચલણી સિક્કા સાથે પહોંચ્યો ઉમેદવાર

કર્ણાટકમાં રૂા. 10,000ના ચલણી સિક્કા સાથે પહોંચ્યો ઉમેદવાર

- Advertisement -

કર્ણાટકના યાદગીરી જિલ્લામાં એક યુવાન સ્વતંત્ર ઉમેદવાર ચૂંટણી લડી રહ્યો છે, જેણે 10 મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણી લડવા માટે અધિકારીઓને એક રૂપિયાના સિક્કામાં 10,000 રૂપિયા જમા કરાવ્યા હતા. આ પૈસા તેણે કર્ણાટકના લોકો પાસેથી જ ભેગા કર્યા હતા. આ વર્ષની ચૂંટણીમાં દરેક ઉમેદવાર માટે ડિપોઝીટ મની 10,000 રૂપિયા છે. યાદગીરી ઓફિસમાં ટેબલ પર પડેલા સિક્કા ગણવામાં અધિકારીઓને બે કલાક લાગ્યા હતા.

- Advertisement -

યાદગીરી વિધાનસભા મતવિસ્તારમાંથી ઉમેદવારી પત્ર ભરનાર અપક્ષ ઉમેદવાર યંકપ્પા મંગળવારે ગળામાં બેનર લટકાવીને તહસીલદારની ઓફિસે પહોંચ્યા હતા. સ્વતંત્ર ઉમેદવારના પોસ્ટરમાં 12મી સદીના સમાજ સુધારક બસવેશ્ર્વરા, કર્ણાટકના સંત-કવિ કનકદાસ, સ્વામી વિવેકાનંદ, ડો. બી.આર. આંબેડકર અને બંધારણની પ્રસ્તાવનાની તસવીરો હતી. તસવીરોની નીચે કન્નડમાં સંદેશ છે, માત્ર એક રૂપિયો નહીં, તમારો એક મત આપો, એક દિવસ તમે મને મત આપો, હું તમને ગરીબીમાંથી મુક્ત કરીશ. ઉમેદવારે કહ્યું કે તેણે સમગ્ર મતવિસ્તારમાં પગપાળા પ્રવાસ કર્યો અને મતદારો પાસેથી સિક્કા એકઠા કર્યા. ઉમેદવાર યાંકપ્પા કલાબુર્ગી જિલ્લાની ગુલબર્ગા યુનિવર્સિટીમાંથી આર્ટ્સ ગ્રેજયુએટ છે. તેમની પાસે કુલ રૂ. 60,000ની સંપત્તિ છે. જયારે તેમના પિતા દેવેન્દ્રપ્પા પાસે એક એકર અને 16 ગુંઠા જમીન (એક એકર બરાબર 40 ગુંઠા) છે. જણાવી દઈએ કે કર્ણાટક વિધાનસભા ચૂંટણી એક જ તબક્કામાં યોજાશે. રાજયમાં 224 સભ્યોની વિધાનસભા માટે 10 મેના રોજ મતદાન થશે અને મતગણતરી 13 મેના રોજ થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular