ચીનની રાજધાની બેઇજિંગની એક હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગમાં 21 લોકોના મોત થયા છે. જયારે 71 લોકોને બચાવી લેવાયા છે. આગ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. એજન્સી અનુસાર, આ દુર્ઘટના બેઇજિંગની ચાંગફેંગ હોસ્પિટલમાં થઈ હતી. રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તમામ 21 લોકોને બચાવીને હોસ્પિટલ લઈ ગયા. જયાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. બીજી તરફ પોલીસનું કહેવું છે કે હોસ્પિટલમાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, ઘટનાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે તે ખૂબ જ દુ:ખદ છે. આ અકસ્માત બપોરના સમયે થયો હતો. જયારે આગ લાગી ત્યારે લોકો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડી આવ્યા હતા.