Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયજથ્થાબંધ ફૂગાવામાં મોટો ઘટાડો

જથ્થાબંધ ફૂગાવામાં મોટો ઘટાડો

- Advertisement -

માર્ચ, 2023માં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો ઘટીને 1.34 ટકા રહ્યો છે જે 29 મહિનાની નીચલી સપાટી છે. ફેબુ્રઆરીમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો 3.85 ટકા હતો.હાયર બેઝ ઇફેક્ટ અને મેન્યુફેકચરિંગ પ્રોડક્ટના ભાવમાં ઘટાડો થવાને કારણે માર્ચમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવામાં ઘટાડો થયો છે.માર્ચ, 2022માં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો 14.63 ટકા હતો. ઉલ્લેખનિય છે કે સળંગ છઠ્ઠા મહિને જથ્થાબંધ ફુગાવો સિંગલ ડિજિટમાં નોંધવામાં આવ્યો છે. 6 મહિના અગાઉ સળંગ 18 મહિના જથ્થાબંધ ફુગાવો ડબલ ડિજિટમાં રહ્યો હતો. નવેમ્બર, 2020માં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો 2.29 ટકા હતો. વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર માર્ચમાં મેન્યુફેકચર્ડ વસ્તુઓનો ફુગાવો માઇનસ 0.77 ટકા રહ્યો છે જ્યારે ફેબુ્રઆરીમાં આ વસ્તુઓનો ફુગાવો 1.94 ટકા હતોે. જો કે માર્ચ મહિનામાં ખાદ્ય વસ્તુઓનો ફુગાવો વધીને 5.48 ટકા થયો છે જે ફેબુ્રઆરીમાં 3.81 ટકા હતો. કઠોળના ભાવમાં 3.03 ટકાનો વધારો થયો છે. શાકભાજીના ભાવમાં 2.2 ટકાનો ઘટાડો થયો છે. બેઝિક મેટલ, ખાદ્ય વસ્તુઓ, ટેક્સટાઇલ, નોન ફૂડ આર્ટિકલ, મિનરલ રબર અને પ્લાસ્ટિક, ક્રૂડ પેટ્રોલિયમ,નેચરલ ગેસ, પેપર અને પેપર પ્રોડક્ટના ભાવમાં થયેલા ઘટાડાને કારણે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (ડબ્લ્યુપીઆઇ) આધારિત ફુગાવામાં ઘટાડો જોવા મળ્યો છે. ઉલ્લેખનિય છે કે આ અગાઉ માર્ચના રીટેલ ફુગાવાના પણ આંકડા જાહેર કરવામાં આવ્યા હતાં. માર્ચમાં રીટેલ ફુગાવો 5.66 ટકા રહ્યો હતો. જે આરબીઆઇની મહત્તમ મર્યાદા 6 ટકાથી ઓછો હતો. બીજી તરફ એપ્રિલમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ની છ સભ્યોની બનેલી મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)એ રેપોરેટ 6.5 ટકાએ યથાવત રાખવાનો નિર્ણય લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular