જામનગર શહેરના કામદાર કોલોનીમાં રહેતા અને શરૂ સેકશન રોડ પર એમ.પી. શાહ ઉદ્યોગનગરમાં કારખાનુ ધરાવતા વેપારી યુવાનના કારખાનામાંથી બે દિવસ દરમિયાન અજાણ્યા તસ્કરોએ કારખાનામાંથી રૂા.54,000 ની કિંમતનો 778 કિલોની લોખંડની પ્લેટ સહિતનો સામાન ચરી કરી ગયા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના કામદાર કોલોનીમાં રહેતા અને શરૂ સેકશન રોડ પર એમ.પી. શાહ ઉદ્યોગનગરમાં સેડ નંબર 32 માં કારખાનુ ધરાવતા વેપારીના કારખાનામાં ગત તા.13 થી 15 સુધીમાં દિવસો દરમિયાન અજાણ્યા તસ્કરોએ લોખંડની વર્ટીકલ પ્લેટ 16, 25 નંગ વજનીયા, 10 નંગ લીવર, 80 નંગ નાના વજનીયા, લોખંડની 25 નંગ બ્રેકેટ સહિતનો રૂા.54,000 ની કિંમતનો 778 કિલો લોખંડનો સામાન ચોરી કરી ગયાના બનાવની વેપારી દ્વારા જાણ કરાતા હેકો વાય.વી. જાડેજા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.