Sunday, January 12, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં જનતા ફાટક પાસેથી ક્રિકેટનો સટ્ટો રમાડતો શખ્સ ઝબ્બે

જામનગરમાં જનતા ફાટક પાસેથી ક્રિકેટનો સટ્ટો રમાડતો શખ્સ ઝબ્બે

સીટી સી ડીવીઝને રૂા.40310 ની રોકડ રકમ સાથે દબોચ્યો : વધુ બે શખ્સોના નામ ખુલ્યા

- Advertisement -

ભારતમાં રમાતી આઈપીએલ 20-20 ક્રિકેટ ટુર્નામેન્ટના મેચના લાઇવ સ્કોર ઉપર રનફેરનો જૂગાર રમાડી પૈસાની હારજીત કરતા શખ્સને સીટી સી ડીવીઝને રૂા.10310 ની રોકડ રકમ અને એક મોબાઇલ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં જનતા ફાટક પાસે જાહેરમાં મોબાઇલ ઉપર ભારતમાં રમાતી આઈપીએલ 20-20 ક્રિકેટ ટુર્નામેન્ટના મેચના જીવંત પ્રસારણ ઉપર રનફેરના સોદાઓ કરી જૂગાર રમાડતો હોવાની હેકો ફૈઝલ ચાવડા, પો.કો. ખીમશી ડાંગરને મળેલી બાતમીના આધારે પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડા, પીએસઆઈ વી.બી.બરબસીયા, હેકો ફેઝલભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદિપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, પોકો મહેન્દ્રસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, વિપુલભાઈ સોનાગરા, ખીમશીભાઈ ડાંગર, હરદીપભાઈ બારડ, યુવરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે ભાવિક ઉર્ફે મુન્નો જયસુખ દોઢીયા નામના શખ્સને ઝડપી લઇ તેની પાસેથી રૂા.10310 ની રોકડ અને રૂા.30000 ની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા.40310 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પૂછપરછ હાથ ધરતા આ જૂગારમાં રિન્કીત શાહ અને ભદ્રેશ નાગડા નામના બે શખ્સોની સંડોવણી ખુલતા પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular