Sunday, January 12, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાંથી ચેઈનની ચીલઝડપ આચરનાર તસ્કર ઝડપાયો

જામનગરમાંથી ચેઈનની ચીલઝડપ આચરનાર તસ્કર ઝડપાયો

મયુરનગર પાસેથી પોલીસે દબોચ્યો : સોનાનો ઢાળિયો અને ઉપયોગમાં લેવાયેલ બાઈક કબ્જે

- Advertisement -

જામનગર શહેરમાં એમ્યુઝમેન્ટ પાર્ક વિસ્તારમાંથી સોનાના ચેઈનની ચીલઝડપમાં સંડોવાયેલા તસ્કરને શંકાસ્પદ બાઈક સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહરેના એમ્યુઝમેન્ટ પાર્ક વિસ્તારમાંથી સોનાના ચેઈનની ચીલઝડપમાં સંડોવાયેલા બાઈકસવાર અંગેના સીસીટીવી ફુટેજના આધારે હેકો હર્ષદ પરમાર, હોમદેવસિંહ જાડેજા, પો.કો. મહેન્દ્રસિંહ જાડેજા, વિપુલ સોનગરા, ખીમશી ડાંગરને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડા, પીએસઆઈ વી.બી.બરબસીયા, હેકો ફેઝલભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદિપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, પોકો મહેન્દ્રસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, વિપુલભાઈ સોનાગરા, ખીમશીભાઈ ડાંગર, હરદીપભાઈ બારડ, યુવરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે મયુરનગર વામ્બે આવાસથી સાતનાલા જવાના વિસ્તારમાં વોચ ગોઠવી બાતમી મુજબના બાઈકસવારને આંતરીને તલાસી લેતા આશિષ ધીરુ રાઠોડ નામના શખ્સના કબ્જામાંથી રૂા.45000 ની કિંમતનો આઠ ગ્રામનો સોનાનો ઢાળિયો અને રૂા.30000 ની કિંમતી જીજે-10-ડીજી-6823 નંબરનું બાઈક કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular