ખંભાળિયામાં ડેરાફળી વિસ્તારમાં રહેતા જીતેન્દ્રભાઈ જેઠાલાલ દાવડા નામના 54 વર્ષના રઘુવંશી આધેડ શનિવારે રાત્રિના સમયે ખંભાળિયા-દ્વારકા હાઈવે માર્ગ પર એક પેટ્રોલ પંપ પાસે ઉભા હતા, ત્યારે આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 ટી 9595 નંબરના તુફાન વાહનના ચાલકે જીતેન્દ્રભાઈને અડફટે લેતાં તેમને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
આ બનાવ અંગે મૃતકના પુત્ર અજયભાઈ જીતેન્દ્રભાઈ દાવડાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે તુફાન વાહનના ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 304 (અ) તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.