Sunday, January 12, 2025
Homeરાજ્યહાલારબરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર એલસીબી પોલીસ ત્રાટકી

બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર એલસીબી પોલીસ ત્રાટકી

આરોપી શખ્સો ફરાર

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા ગત મોડી સાંજે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન એલ.સી.બી.ના એ.એસ.આઈ. કેશુભાઈ ભાટિયા તથા કોન્સ્ટેબલ દેવાભાઈ મોઢવાડિયાને મળેલી ચોકસ બાદમીના આધારે ભાણવડથી આશરે 11 કિલોમીટર દૂર બરડા ડુંગર પર આવેલા સત-સાગર તળાવ નજીક પોલીસે દરોડો પાડી, આ સ્થળેથી હાલ ફિલ્ટર નેસ વિસ્તારમાં રહેતા સામત ઉર્ફે હકો દાના મોરી નામના શખ્સ દ્વારા ચલાવવામાં આવતી દેશી દારૂની ભઠ્ઠીમાંથી પોલીસે 350 લીટર દેશી દારૂ, 4600 લીટર દેશી દારૂ બનાવવાનો આથો, બે નંગ મોબાઈલ ફોન, તાંબાની નળી, સહિત કુલ રૂા 21,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે દરોડા દરમિયાન આ સ્થળેથી આરોપી સામત ઉર્ફે હકો રબારી પોલીસને હાથ લાગ્યો ન હતો. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે ધમધમતી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીનો મુદ્દામાલ કબજે કરી, આરોપી સામત ઉર્ફે હકો રબારી તથા તેની સાથે અન્ય સંડોવાયેલા શખ્સોની તપાસ હાથ ધરી છે.

- Advertisement -

આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ પી.એસ.આઈ. એસ.વી. ગળચર, બી.એમ. દેવમુરારી, કેશુરભાઈ ભાટીયા, ગોવિંદભાઈ કરમુર, દેવાભાઈ મોઢવાડિયા, વિશ્વદિપસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular