જામનગર શહેરના બે નામચીન બુટલેગરની પાસા હેઠળ અટકાયત કરી જેલમાં ધકેલી દેવામાં આવ્યાં છે. દારૂ વેચાણની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તેમજ વારંવાર દારૂના ગુનામાં સંડોવાયેલા જામનગરમાં કિસાન ચોક વિસ્તારમાં રહેતાં સુરેશ રમણિકલાલ ગંંઢા તથા સાધના કોલોની ચાંદની ચોક વિસ્તારમાં રહેતાં વિપુલ ભગવાનજીભાઈ ગંઢા નામના બુટલેગરો સામે પાસાની દરખાસ્ત તૈયાર કર્યા બાદ જિલ્લા મેજીસ્ટે્રટ દ્વારા બંને સામેની પાસાની દરખાસ્ત મંજૂર કરી વોરંટ ઈશ્યૂ કરતા એલસીબીના સબ ઈન્સ્પેકટર એસ.પી. ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફે બંને બુટલેગરોને પકડી લઇ સુરેશ ગંઢાને વડોદરા જેલ તથા વિપુલ ગંઢાને સુરતની લાજપોર જેલમાં મોકલી આપવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે બુટલેગરો સામે પાસાનું શસ્ત્ર ઉગામતા દારૂના ધંધાર્થી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.