સુરત આમ આદમી પાર્ટીના છ જેટલા કોર્પોરેટરો ભાજપમાં સામેલ થયા છે. ભાજપના કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો પહોંચી ગયા છે. આ અગાઉ પણ ચાર જેટલા કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા. હવે નવા છ કોર્પોરેટરો જોડાયા છે એટલે કુલ 10 જેટલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે.
સુરતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સુરત આમ આદમી પાર્ટીમાં મોટુ ભંગાણ થયુ છે. સુરતમાં મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 27 જેટલા કોર્પોરેટરો ચૂંટાયા હતા. સુરત આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ભાજપમાં જોડતા આમ આદમી પાર્ટીના રાજ્યના પ્રદેશ અધ્યક્ષએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરને રુપિયા આપીને ખરીદવામાં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આમ આદમીના કોર્પોરેટરોને ડરાવી ધમકાવીને લઈ ગયા છે.
આ અગાઉ સુરતના આમ આદમી પાર્ટીના 4 કોર્પોરેટર ભાજપમાં જોડાયા હતા અને હવે બીજા 6 કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને આ કોર્પોરેટર ભાજપમાં જોડાયા છે. આમ આદમીમાંથી રાજીનામું આપનારા કોર્પોરેટરમાં સ્વાતિબેન કયાડા, નિરાલીબેન પટેલ, ધર્મેન્દ્રભાઈ વાવલિયા, અશોકભાઈ ધામી, કિરણભાઈ ખોખાણી, ઘનશ્યામભાઈ મકવાણાનો સમાવેશ થાય છે.